આજે આપણા દેશનાં 67માં સ્વાતંત્ર્ય દિને ભારતની 125 કરોડની વસ્તી સ્વાભિમાન અને ગૌરવથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રહી છે. દેશને આઝાદી અપાવવામાં અનેક જવાનો અને દેશભક્ત ભાઈઓ અને બહેનોએ શહીદી વ્હોરી હતી અને જાનમાલનું નુકશાન ભોગવીને પણ દેશની આઝાદી અપાવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય તેમના જેવા હજારો દેશભક્તોએ આ સ્વતંત્ર સંગ્રામની અંદર ઝુકાવ્યુ હતું. પરિણામે આપણને આઝાદી તો મળી પણ સાચા અર્થમાં આઝાદી પ્રાપ્ત નથી થઈ. દેશના નેતાઓ ઈચ્છતા હતાં કે, આપણને સુરાજ્ય મળશે. ખરેખર આપણને ફક્ત સ્વરાજ મળ્યું પણ સુરાજ્ય ન મળ્યું. એટલે જ દેશની સવા સો કરોડની વસ્તીને સુરાજ્યના ફળ ચાખવા મળે અને તમામ લોકોનો વિકાસ થાય તેવા પ્રયત્નો થવા જરૂરી છે. જે રીતે ગુજરાતે ચારે દિશાએ વિકાસ સાધ્યો છે, જનહિતનાં અને લોકહિતના કાર્યો કર્યા છે તેવા જ પ્રકારની પ્રગતિ આપણા દેશની પણ થાય તેવો સંકલ્પ આજે આપણે સૌ સાથે મળીને કરીએ. જય જય ગરવી ગુજરાત... જય હિન્દ. વંદેમાતમ્
Next Video
Wie die Rüstungsindustrie Einfluss auf die EU-Flüchtlingspolit...
Redirecting You in 3 Seconds.